Tuesday, 26 September 2017

ગઝલ

ચિત્તે  ચિત્તે  ભ્રમ  છે,
કે  આ  તેનો શ્રમ  છે.

આગળ પાછળ રણકે,
પાયલ એ છમછમ છે.

ગરબા  રમવા  આવો,
તમને  મારાં   સમ  છે.

ખિસ્સે  નોટો  ચુપ છે,
ચિલ્લરની  રમઝમ છે.

આકાશ  થયું   રોશન,
તારાનું    ટમટમ    છે.

જન્મેલું     તે    મરશે,
નિયતી  નો એ ક્રમ છે.

વાગી    બરડે    સોટી,
ફેર  પડ્યો  ધરખમ છે.

કોયલ    બોલે     મીઠું,
માનો  તો  સરગમ  છે.

જો    ચ્હેરો  દર્પણમાં,
આંખો   તારી  નમ છે.

આજ"ફિઝા"કે અમને,
કેવું    તારું   ગમ   છે.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment