જ્યાં બરફમાં ઓગળ્યા વાદળમાં બંધાયા અમે,
તુટેલા મનમાં ટહુંકો થઈને સંધાયા અમે.
સાવ ખાલી ઘર હતું ઈચ્છાનું મનનાં આભમાં,
બારણે સાંકળ થઈને કેવું અટવાયા અમે.
કોઈએ આવી પુછ્યું અમસ્તું હસીને કેમ છો?
સ્મિત ભેગા આંસુ થઈને લ્યો રેલાયા અમે.
પ્યાસ મારા રણની વિસ્તરતી રહેતી પાંપણે,
ઝાંઝવા મધ્યે હરણની આંખે અટવાયા અમે.
એમ કાંઈ આસુ થોડા ચરણે તારા હું ધરું,?
થઈને ઝાકળ ફુલ પર આથી જ પથરાયા અમે.
શૈલેષ પંડ્યા
શ્રી ગની દહીંવાલાના મિશ્રા પરથી તરહી ગઝલ...
No comments:
Post a Comment