હિતેન્દ્ર હિતકર
_________________________
સમજતા હૃદયની પ્રતિક્ષા કરું છું સહજ શા પ્રણયની પ્રતિક્ષા કરું છું
ગોળ ગોળ ઘૂમતો રહયો મજા માણી
હું કયાં વલયની પ્રતિક્ષા કરું છું
ગમે ત્યાં ગમે ત્યારે પધારું મોત માફક
કયારેય ના વયની પ્રતિક્ષા કરું છું
હૃદયકુંભ લઈ ઊભો જળ ચઢાવવા
મનગમતા સૂર્યોદયની પ્રતિક્ષા કરું છું
ઝઘડા વારસાના રહે ના એ કારણે
હરખથી પ્રલયની પ્રતિક્ષા કરું છું
No comments:
Post a Comment