તુજ નામનો જ સૂર ધબકે મુજ રુદિયામાં
ને સળવળે સંવેદના આંગળીના ટેરવામાં
જીતની રાહ તજી હારી ગયો હસતા હસતા
કેમ કરી કહું ખુશી જીતની મળી જે હારવામાં
એક ચળવળ સૂતી'તી આંખોનાં ઉજાગરામાં
ત્યારે એક પરિણામ નક્કર હતું જાગરણમાં
તૂટી પરંપરા ને મળી પરિવર્તનની દુનિયા
હવે ડર શેનો ? સમાજ રુપી સાંપના ફુંફાડામાં
ચમકી ગઈ ચાંદી સમ શ્વેત વાદળોની કોર
ભાળ મળી સંતાયેલા સૂરજની સાવ સસ્તામાં
"પરમ" લક્ષમણ રેખા ઓળંગી અહીં જેણે જેણે
ઉભો રાહ જોઈને "પાગલ" રાવણ એના રસ્તામાં
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment