Friday, 12 January 2018

ગઝલ

કોક રાતે પણ જગાડે, વાત તો છે,
રોજ આશાઓ બતાવે, વાત તો છે.

રોગ મનના એ મટાડે, વાત તો છે,
તે છતાં દિલને રડાવે, વાત તો છે.

હું રિસાયો તો હતો એના જ લીધે,
એજ આવીને મનાવે, વાત તો છે.

સાવ તૂટીને વિખેરાઈ ગયો 'તો,
તે છતાં કોઈ ઉઠાડે, વાત તો છે.

આમ તો ફૂલો ઘણાં છે રાહમાં પણ,
તોય કાંટા પર ચલાવે, વાત તો છે.

  - ઉમેશ તામસે "ધબકાર"

No comments:

Post a Comment