કહેતા હો તો ગણતરી દુશ્મનોની હમણાં જ કરાવી દઉં
ને પછી જ સદા શાંતિ માટેનું યુદ્ધ છેલ્લું આરંભ કરી દઉં
મૌન સામે ચીસો ને ચિત્કારો આખરે થાકી ને હારી ગયા
હવે હળવેકથી ની:શબ્દ ને શબ્દ માં આજે કહી જ દઉં
કસોટી તો રણ અને ગુલાબ–બંને ની એક સરખી જ હતી
ફરિયાદની આ વાત અસ્તિત્વના કાનમાં આજે કરી જ દઉં
શુકન અને અપ-શુકન બંને રહે છે ખુબ જ છેટા મુજ થકી
કર્મના હવન માં હજી યે સ્વેચ્છાથી સ્વને સમર્પિત કરી લઉં
આળસ ના ઓશીકે સુતેલું છે સોડ તાણીને નસીબ - ત્યાં
આવડત અને અનુભવ ને હમણા જ કામે લગાડી દઉં
અભિમાન અને અહંકાર એની રાજ-રમત શરુ કરે ઈ પહેલા
શરીર ના મેદાન માં નિયમ - શરતો સજાગતા ના મૂકી દઉં
તારા"પરમ"પવિત્ર પગલાનો અણસાર મને મળે ઈ પહેલા
"પાગલ"થઇને આજ અનંતની અંતિમ તૈયારી કરી લઉં
--ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment