Sunday, 3 June 2018

૪ તાન્કા

તાન્કાઓ

અશાંત મન,
વિચાર વમળોમાં,
દિશાશૂન્ય હું.
માર્ગદર્શન ઝંખું
નિબીડ અંધારામાં.

---------

હૂંફ ઝંખતું
એકલવાયું મન
મૂંઝાય મરે.
તુમુલ સંઘર્ષમાં
એક ટેકો શોધે છે.

-------------

ચક્રવ્યૂહમાં
અભિમન્યુ પ્રવેશ્યો,
જ્ઞાન ક્યાં છે?
ઉત્તરા,પાર્થ,કૃષ્ણ
કળિયુગમાં નથી.

----------

રાવણ પણ
સારો છે આ સમયે.
દુઃખદ છે કે,
સાલા! બધે દેખાય
માત્ર વિભીષણો જ.

- શ્રેયસ ત્રિવેદી

No comments:

Post a Comment