Sunday, 3 June 2018

ગઝલ

આજ મારા જખ્મ પંપાળો નહીં,
ને હૃદય નાહક તમે બાળો નહીં.

પાછું આપી દઈશું હૈયાને ભલા,
શાંતિ રાખો કોઈ હોબાળો નહીં.

માત્ર એ સંબંધ સાચવવા મને,
સાથ દે છે તોય હૂંફાળો નહીં.

શ્વાસ બટકી જાય વચ્ચે આપણાં,
જિંદગીને એટલી વાળો નહીં.

મુક્તિ આપી દો હવે 'આભાસ'ને,
લાશ બારીકાઈથી ભાળો નહીં.

-આભાસ

No comments:

Post a Comment