Sunday, 3 June 2018

ગઝલ

*ગઝલ*

કેવો  સુંદર  ચહેરો  છે !
માણસ પણ એ બહેરો છે.

આમ જુઓ તો છે ખારો,
દરિયો  અંતે  ગહેરો  છે !

કોઈ બીજો ચડશે કયાંથી ?
આ  ભગવો  તો ઘેરો છે !

થાકે  ક્યાંથી ઓ  પથ્થર !
આ  સાગરની  લહેરો  છે.

આગળ - પાછળ તું જાણે,
યાદ  મને  આ  ફેરો  છે.

*- સ્નેહલ જોષી*

No comments:

Post a Comment