Sunday, 3 June 2018

ગઝલ

આંખોમાં તેજ તણખા સરેઆમ રાખું છું
ને ઘરના આંગણામાં જ સ્મશાન રાખું છું

તમે આવો કે ન આવો સપનામાં મારા
ઉઘાડી આંખોમાં ઈંતજામ તમામ રાખું છું

તિર નજરનું ક્યારે છૂટે કોને ખબર
તેથી આંખોમાં સજાવીને કમાન રાખું છું

છે ઘાયલ હૃદયનો શણગાર ઝખ્મ મારા
સ્મિતનું તેથી મહેફિલમાં ધ્યાન રાખું છું

શું લેશે ખબર એ મારા દર્દ એ દિલની?
ઔષધમાં કાયમ તેથી એની યાદ રાખું છું

યાદોમાં અતિદૂર ને પાસથી પાસ છે"પરમ"
ને રૂબરૂ થવાના"પાગલ"અરમાન રાખું છું

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment