Sunday, 3 June 2018

ગઝલ

ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે
ગટગટાવે જાઉં  છું આરામ  છે.....

નાશમાંથી થાય છે સર્જન નવું
મોત એ જીવનનું નામ   છે.....

તું નહીં માણી શકે દિલનું દરદ
તારે  ક્યાં આરંભ કે પરિણામ છે !

દ્વાર  તારા હું તજીને જાઉં ક્યાં ?
મારે મન તો એ જ તીરથ  ધામ છે....

આછું  મલકી લઈ ગયા દિલના કરાર
કેવું એનું  સિધું સાદું કામ છે.. !

છેહ તો તારાથી  દેવાશે નહીં
ઠારનારા ! એ  ન તારું કામ છે....

ખાકને ‘નાઝિર’ ન  તરછોડો કદી
જિંદગીનો  એ જ તો અંજામ છે....

-નાઝિર દેખૈયા

No comments:

Post a Comment