ગઝલ
જે મળે થોડું ઘણું, દરકાર કર,
ના ગમે તો કામ બીજા ચાર કર.
તુ દરિયો હોય, તો લે આમ કર,
હું કિનારો છું, મને તુ પાર કર.
તુ ય જો સમજી શકે ભાષા બધી,
મૌન માં મેં શું ક'યું? વિચાર કર.
ભિંત લંબાવી શકો મરજી મુજબ,
ઈંટ છું હું, લે..! અલગ આકાર કર.
માત્ર ઊંચા ખ્યાલની વાતો ન કર,
બોર એંઠુ છે, હવે સ્વિકાર કર.
- રોશની પટેલ
No comments:
Post a Comment