વસમી વિદાય - અછાંદસ
ઘડી બે ઘડી તો
જાણે કોઈકે મારા મનને
તાળું મારી દીધું હોય એવી
ઘડી આવી ગઈ
કઈ સમજાતું નહોતું
મન પણ ક્યાંય બીજે જવા ઇચ્છતું હતું
પણ કોઈકના બંધનથી
કા કોઈકના વ્હાલ સાથે બંધાઈ ગયું હતું
આકળ-વિકળ
હાકલ-ડોલક
ભરતી-ઓટની જેમ
ઘડી મન આમ ઘડી તેમ ફાંફા મારતું હતું
પણ પ્હેલા રિવાજોની માયામાંથી નીકળું
તો ઠીક થાત
પણ એય શક્ય ન બન્યું
ધીમે ધીમે આંસુઓ ટપકવા લાગ્યા
આંખ આંસુને ન જીરવી શકી
ગાલે હાથ જાલ્યો
ને
આંસુને ટપ ટપ પડવા દીધા
આ જગ્યા જાણે સુમસાન થઈ ગઈ હતી
કોઈકનું મૌન મૌન રડવું
પણ
બાપ મૌન ના રહી શક્યો
ને બુમ પાડી કહ્યું
મારી લાડકવાયી તું ઘેર આવતી રેજે
તારા બાપનું એક અંગ ઓછું થઈ ગયું
ઘરની ડેલીમાં આવતાની સાથે
હવે તારો સાદ ક્યારે સંભળાશે
આટલું માંડ બોલી શક્યો એ બાપ
એની દીકરીની વિદાય વેળાએ
દીકરી રડતા મોઢે
અઢાર વર્ષનું એકી સાથે નાનકડું
સ્મિત આપી ચાલતી થઈ
એના નવજીવન સાથે
સોલંકી દીપક "રહીશ"
No comments:
Post a Comment