Monday, 29 October 2018

ગીત

સાયબો મારો ચાંદલિયો હું શરદપૂનમની રાત,
મારે હૈયે નોખી ભાત !

લાખ સતારા ભરેલ પાલવ બાંધે છેડાછેડી,
વ્હાલમ કાજે હૈયે મેં કોરાવી લાખો કેડી !
ચૌદ કળાએ રીઝવે મુંને દેતો મીઠું મ્હાત !
મારે હૈયે નોખી ભાત !

પાલવડે છૂપાઈ કરતો અમાસનો આભાસ .
'ઊગ્યો નહીં'ના સ્વાંગ તળે એ રમતો રમત્યું ખાસ !
સાવ જ નોખી પ્રિત અમારી સાવ જ નોખી જાત !
મારે હૈયે નોખી ભાત !!!

નેહા પુરોહિત

No comments:

Post a Comment