આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ તળપદી ભાષામાં લખેલું આ ગીત......
મનનાં મન્સૂબેથી કૈં તુટે ન'ય પાંજરા રે,
આદેશ પાંખ્યુંને હવે આપો.
ક્યોં ભૈ મારશે વનવગડાને,
ભોગળ, તાળું કે ઝાંપો ?
ટેકરાની માલી'પા એક છે દેરી ને,
દેરી એ વસે છે કો'ય દેવ.
પાંજરાની બાર્ય તમે પગ મૂકી જોવો તો,
છૂટશે આ ઘર ઘુશલી ટેવ.
માલ્યી કોર બેંહી ને વાતું કર્યે કૈં,
તરી જાય કો'યનો તરાપો ?
...૦ ક્યોં ભૈ મારશે વનવગડાને....
પાંખ્યુંને વીંઝો તમે, વાયરાની સામે તેં,
વાયરો કૈં મોટો ભૈ છે ?
ઉડવાની પાંખ્યું છે આપણાં રે અંગની,
પારકી વહત કૈં થૈ છે ?
જકડી રાખીને બેઠી ઘર કરી ગે'લી,
એ ખ્યાલી વાતું ને હવે કાંપો..!
...૦ ક્યોં ભૈ મારશે વનવગડાને....
પછી કો'ય જો હવે આડું ફરે તો કે'વું,
પીંજરાની , હાં મેં બારી તોડી.
અમારી પાંખ્યુંને માટે ઉડવા ગગન છે,
જવા દે , વિનવું કર જોડી.
કો'યના કીધે થી કૈં અટકી જવાય અલ્યા ?
નો માને તો દેવો પછી લાફો....
...૦ ક્યોં ભૈ મારશે વનવગડાને....
- ગોપાલકુમાર ધકાણ
14-08-18
No comments:
Post a Comment