Monday, 29 October 2018

ગીત

ગીત

પછી   એકાએક   બધું   તમને  ફાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે  આવશે.

ઝૂકી  જાશે વાદળાં ,ચમકી જાશે વીજ,
કોને માથે  કાઢશો  અણગમતી  ખીજ ?
ઝાંઝરની   રૂમઝૂમ  તમને  નચાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે  આવશે.

તુલસીનો  કયારો ,ને પાણિયારે  હેલ,
જોજો  તમે  સહિયર ,જીવનના  ખેલ.
નણદલના  વીર ,પ્રીત  થૈ   હસાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે આવશે.

સાત  ફેરા  ને   સપ્તપદીના  સોગંધ ,
જોડ્યાં    છે   તમે ભવોભવના સંબંધ. 
હેત સાસુ -સસરા ,ચોક્કસ વરસાવશે, 
જયારે  સોનેરી  શમણાં રાતે  આવશે.

ભારતીય  નારી  છો  તમે નારાયણી,
'કાન્ત 'ના    ગીતના તમે કામાયની.
શોર   કોયલ  ને મોર  પણ મચાવશે,
જયારે  સોનેરી  શમણાં  રાતે આવશે.
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment