Tuesday, 23 October 2018

ગઝલ

*કલ્યાણ કર*

તું જ તારી જાતનું કલ્યાણ કર,
મૌન રહીને વાતનું કલ્યાણ કર.

પાનેતર તડકાનું પ્હેરીને પ્રિયે,
રંગ સાતે સાતનું કલ્યાણ કર.

કંકુ ઘોળીને અષાઢી આંખમાં,
તું સુહાગી રાતનું કલ્યાણ કર.

આંસુ પાંપણનાં લૂછીને આજ, તે,
આપેલી સૌગાતનું કલ્યાણ કર.

ઘૂંટ એકાદી નજરનો પાઈને,
ભીતરી જજબાતનું કલ્યાણ કર.

પાનખરમાં એક ચુંબન આપીને,
સાવ નોખી ભાતનું કલ્યાણ કર.

વાવણી મેં શબ્દની કરી, તું હવે,
અર્થને   અર્થાતનું કલ્યાણ કર...

શૈલેષ પંડ્યા
નિશેષ

No comments:

Post a Comment