*27L ગઝલ*
લીટી હોય પૂરતી ને ફકરા કરે છે !
વિધાતા લલાટે અખતરા કરે છે !
જૂના થૈ ગયા છે છતાં શ્વાસ હમણાં
નવી વહુ કરે એવાં નખરાં કરે છે.
સ્મરણ કે' છે- 'અમને મૂકો દાબડીમાં' ,
પછી દાબડીમાંથી ડબરાં કરે છે.
ઘણીવાર પુષ્પોની સાથેનાં શબ્દો,
અપાયેલ પુષ્પોને પથરા કરે છે.
ફુલો બન્ને સાથે ફકત પ્રેમ કરતાં !
દગો તો પતંગિયા ને ભમરા કરે છે.
સરળતાથી સંબંધમાં સ્વાર્થ ઘૂસી,
તદન સ્હેલાં સંબંધને કપરાં કરે છે.
ઝૂલો લાગણીનો બનાવે છે મા-બાપ,
ને ધબકાર-શ્વાસોનાં ઘુઘરા કરે છે.
આ વોટ્સે'પ, યુટ્યૂબ,ટ્વિટર ને ફેસબુક !
જુઓ ! કેટલાં કામો નવરા કરે છે !
~ ડૉ.મનોજ જોશી 'મન'
( જામનગર )
No comments:
Post a Comment