ગોવાળિયો
એક છેલ છબિલો ગોવાળિયો રે...
અલડ ગોવાળિયો રે...
મને ઓખ ઉલાડ...
ગોકુળ ગોમનો ગોવાળિયો રે...
અલડ ગોવાળિયો રે...
મને ઓખ ઉલાડ...
હું તો મહીડાં વલોવી ગોરસ ભરતી રે...
લાજે લજમણી જેમ હું તો મરતી રે...
અવનવાં તે કરે નખરાં રે...
નીકળે હૈયા સોસરાં રે...
અલડ દલ સોસરાં રે...
મને ઓખ ઉલાડ...
એક છેલ છબિલો ગોવાળિયો રે...
અલડ ગોવાળિયો રે...
મને ઓખ ઉલાડ...
ગોકુળ ગોમનો ગોવાળિયો રે...
અલડ ગોવાળિયો રે...
મને ઓખ ઉલાડ...
હું તો વાછરું વરોહે છોરાં બાંધતી રે...
એની ઓખના ઉલાડે ફરે મારી મતી રે...
રાઘવ નેણલાં નચાડતો રે...
અલડ નેણલાં નચાડતો રે...
મને ઓખ ઉલાડ...
એક છેલ છબિલો ગોવાળિયો રે...
અલડ ગોવાળિયો રે...
મને ઓખ ઉલાડ...
ગોકુળ ગોમનો ગોવાળિયો રે...
અલડ ગોવાળિયો રે...
મને ઓખ ઉલાડ...
-રાઘવ વઢિયારી
(રઘુ શિવાભાઈ રબારી)
No comments:
Post a Comment