🌧 ગીત :- "વાતોનું એક વાદળ" ....✍
લઈને એક પીછું
સાવ બેઠો કોરો કાગળ
આવ લખીએ આગળ-પાછળ
વાતોનું એક વાદળ....
સંબોધનમાં છલકાવીને લાગણીઓના પૂર
અક્ષર લીલાછમ્મ નીકળે યાદોના ભરપૂર
લઈને રાત-દિનુ ,
સપનાઓમાં સળવળતું ને
ઘૂઘવતુ ઘટનામાં પળપળ
વાતોનુ એક વાદળ....
ધરતીને અંબરનું અંતર હટી જાય ઘડીમાં
લખી લખી ઓછું શું લખવું નદી -દરિયાઓ સહીમાં
લઈને હેતુ ભીનું
અંધારામાં પણ ઉકલશે
અર્થ ભરેલા શબ્દો પાછળ
વાતોનું એક વાદળ.....
🌧ડૉ.ભારતીબેન બોરડ ...અમરેલી ...✍
No comments:
Post a Comment