વેઠ આખી જિંદગી કરતા હતા,
જાતને આખીર હંફાવી અમે.
તો કિનારો કોઇ સામે ના હતો,
મજબુરીમાં નાવ હંકાવી અમે.
રંગતો મારે હવે ભગવોજ બસ,
જાતને લ્યો આજ રંગાવી અમે .
રેસમાં નબળા પડ્યા તા પ્રેમની,
જિંદગીને આજ ટુંકાવી અમે.
પારખા કર્યા આકરા ભગવાન તે,
ખાંડણીએ ખૂબ ખંડાવી અમે.
~ પ્રવીણ દૂધરેજિયા
No comments:
Post a Comment