##મારી કલ્પના##
આજે એણે કહ્યુ:
મારુ વર્ણન કરો!
રોજની જેમ મેં એને જોઈ,
આજે એની આંખો
મારી આંખોને
ગલગલીયા કરતી હતી
મારા હોઠ બોલે એ પહેલા
એનાં હોઠે દૂરથી જ હોઠને ચૂમી લીધાં
હું સમજી ન શક્યો!
આ શું થયું?
એનાં સૌંદર્યની સુંવાસ
મારા શ્વાસને રુંધવા લાગી,
હું કલમ ઉઠાવી લખવા ગયો
પણ...
કલમ કાગળ પર અટકી ગઈ
જેમ મારી નજર એના પર.....
એ હજું ચોમાસાના
હળવા વરસાદ જેમ
વરસતી હતી
મને ભીંજાવતી હતી..
એના રૂપથી.
હું વિવશ હતો.....
શું એ આટલી સુંદર છે...કે......?
-સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment