Wednesday, 17 October 2018

અછાંદસ

જ્યારે પહેલ વહેલી
ભગલાની
ભેંસ વિયાઈ
ત્યારે ભગલો
બઉ ખુશ થઈ ગયેલો.
ભગલાને એમ હતું
કે માંડ માંડ
એક એજ જોટડી લાયો
આજે નહીં તો કાલે
એ વિયાશે
ને પાડી આવશે
એ પાડીય
વિયાશે
ને પાડી આવશે
એ પાડીય વિયાશે
ને પાડી આવશે
પણ ભગલો ભોળીયો
ને એના ભગવૉન પણ ભોળીયા
તે ભગલાની ભેસે
જણ્યો ત્યારે પાડો જ જણ્યો
ભગલો ભૂલી ગયો
ભૂખ તરસ
અને બરી ખાવાનું ય પણ
જોકે ભગલાના
ઓળખીતા પાળખીતા
સગા સંબંધીઓને
છેક ઊંડે સુધી
વિશ્વાસ છે.
પાડી તો આવશે જ
જ્યારે આવે ત્યારે.
બરી ખાવી ખાવી ને ખાવીજ
પણ ભગલાનું શું?
જૉણે ભોળીયો ભગવૉન??

વિનુ બામણીયા"અતીત"
17/10/17 ગોધરા.8:07pm

No comments:

Post a Comment