કર્મનું ફળ નક્કી મળશે જિંદગીથી હાર ના,
તારી સામે વિશ્વ નમશે જિંદગીથી હાર ના.
વાત તારી કોઇ માને કે ના માને આજ પણ,
વાત કોદી દિલમાં ધરશે જિંદગીથી હાર ના.
ફક્ત તારા મનને તું મજબૂત કાયમ રાખજે,
દર્દ પણ તારાથી ડરશે જિંદગીથી હાર ના.
ખુદમાં તું વિશ્વાસ રાખી માત્ર કાર્યો કર બધા,
સૌ મહેનત તારી ફળશે જિંદગીથી હાર ના.
જિંદગી તારી કરી દેજે સમર્પણ લોકને,
સર્વ જય જયકાર કરશે જિંદગીથી હાર ના.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
No comments:
Post a Comment