તું અગર સમજી શકે પડકાર છે!
હા કહું છું કે હવે તકરાર છે!
મિલન તો સંયોગની થોડી ક્ષણો!
એટલું તો દિલ પણ હકદાર છે!
એટલે ભટકી રહ્યો છું દર બ દર!
સ્વર્ગ માં ભિક્ષુક ની સરકાર છે!
છે કતલ મંજૂર દો મારી હવે!
આપની આંખો હવે તલવાર છે!
એટલે તો ભય નથી ઘડીયાળ ને!
સમય નો મજબૂત પણ આધાર છે!
શોધવાનું કેન્દ્ર ત્રીજું છે હજી!
હાલ તો સુખ દુખ નો સંસાર છે!
નાદવા તું બંધ કરજે"રશ્મિ" ની!
કાલથી તો દર્દ પારાવાર છે!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"
Wednesday, 21 November 2018
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment