*બંધન*
ફૂલોને નથી હોતું *બંધન* ડાળીઓનું
પથરાય ધરા પર સદાય ચહેકતાં મહેકતા,
આરુષને નથી હોતું *બંધન* સૂરજનું,
ફેલાય અમાપ ક્ષિતિજ પર પ્રભાત પ્રકાશતા,
નદીઓને નથી હોતું *બંધન* પર્વતો ને ખીણોનું,
સમાય સાગરમાં પામી ખારાશ ઉછળતા કુદતા,
સૌરભને નથી હોતું *બંધન* હવાની લહેરોનું,
મહેકાય માહોલ તમારુ આગમન થતા થતા,
શમણાઓને નથી હોતું *બંધન* નયનોનું,
વંચાય એક ચેહરો નિશાના ઉગતા આથમતા,
પ્રણય આપણાને નથી હોતું *બંધન* યાદોનું,
ગૂંથાય સગપણ એકમેકનું નામ રટતા રટતા,
શબ્દોને નથી હોતું *બંધન* કોઈ એક કવનનું,
વેરાય લાગણીઓ કલમ થી ટપકતા ટપકતા,
*- પ્રણવ જોશી (૧૦ માર્ચ ૨૦૧૯)*
*- અમદાવાદ*
No comments:
Post a Comment