Sunday, 10 March 2019

ગઝલ

સ્વાદમાં તો ફેર છે,પણ મન ભરી પીધા કરો;
કોઇ આપે ઝેર છે,પણ મન ભરી પીધા કરો.

જીવવાનું  ચિત્ર  દોરી  સૂર્યનું સહુને અહીં;
ચોતરફ અંધેર છે, પણ મન ભરી પીધા કરો.

ક્યાં કહું છું,દુ:ખના  ડુંગર તમારી પાસ છે?
ખૂબ લીલા લ્હેર છે,પણ મન ભરી પીધા કરો.

આયનો થઇ આપણે ફૂટી ગયા છીઅે બધા;
કાચ સાથે વેર છે, પણ મન ભરી પીધા કરો.

લાગણીને ગ્લાસમાં નાખી અને આપે સતત;
કોઇ કાળોકેર છે,પણ મન ભરી પીધા કરો.
                                     -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment