જડતાને કર નિ:શેષ, ગઝલ ત્યાં મળી જશે
પથ્થર ફરી ઉલેચ, ગઝલ ત્યાં મળી જશે
ભુજાઓ પાણી - પાણી થઈ જાય તોય શું !
વહેતો હશે પ્રસ્વેદ, ગઝલ ત્યાં મળી જશે
ટપકી રહ્યાં છે બુંદ એના કેશથી હજી
શું કામ જાવું ઠેઠ ? ગઝલ ત્યાં મળી જશે
ગગડાટ તાળીઓનો શમી જાય એ પછી
વરતારો છે વિશેષ, ગઝલ ત્યાં મળી જશે
નડવામાં નિરંતર નડે બહિર્મુખીપણું
ભીતર ધરી લે ભેખ, ગઝલ ત્યાં મળી જશે
.. સુરેન્દ્ર કડિયા
No comments:
Post a Comment