હ્દયથી માન આપ્યું છે તને વ્હાલા,
ને ઊંચું સ્થાન અાપ્યું છે તને વ્હાલા.
નથી મેં સંઘરેલી કોઈ પણ ચીજો,
બધુંયે દાન આપ્યું છે તને વ્હાલા.
ગુલાબી હોઠ તારા લાલ થઈ જાશે,
મેં ખાવા પાન આપ્યું છે તમે વ્હાલા.
ઉતાર્યાે છે મને મેં ખીણની અંદર,
નવું સોપાન આપ્યું છે તને વ્હાલા.
બરાબર છેડજે તું રાગ મલ્હારી,
ગઝલનું ગાન આપ્યું છે તને વ્હાલા.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment