Thursday, 2 April 2020

ગઝલ

એ  રીતે  બીજાની મદદમાં  રહો,
બધાં  પોતપોતાની  હદમાં  રહો !

ન  ઉન્માદવશ્  કોઈ  મદમાં  રહો
અપેક્ષા છે આદમજી,કદમાં રહો!

આ  સંકીર્ણતા છે બૃહદમાં રહો
ન આઘા ખસો ઉપનિષદમાં રહો

  સદા દીનદયાળુ  બિરદમાં  રહો
બધા  માટે   મુદ્રા  વરદમાં  રહો !

બિકાનેર  યા   બોરસદમાં  રહો !
ગમે તે સ્થળે હો  વિશદમાં રહો !

સમયને બીજા નામે ઉત્સવ ગણો
ગમે  તે   ક્ષણોએ   પ્રમદમાં  રહો

મેં પૂછ્યું:રદીફ કે ગઝલમાં  રહું ?
તો  પંડિત વદ્યા કે  શબદમાં રહો !

-------- ભરત ભટ્ટ --------------

*કોરોના મહામારી અંતર્ગત લોકડાઉન સ્થિતિ જોઈને.

No comments:

Post a Comment