Thursday, 15 September 2016

ગઝલ

ગગનની છું પરી હું પાંપણે પુરાઇ છું છાની,
સમાવા આંખમાં તારી કરું છું જાતને નાની..

કરો જો બન્ધ, પાંપણને ઝુકાવી દ્વાર નયનોનાં,
ઉડીને આવુ શમણાંની હુ પાંખે, થાઉ તોફાની...

ન માનો કે તમે માનો વચન આપુ છું એ તમને,
બનીને સાત જન્મો રહુ તમારાં સ્વપ્નની રાની...

સનમની આંખનું થૈ સોણલાનું ચિત્ર સોનેરી,
ગમે થૈ કૈદ પિંજરમાં,ન પરવા છે જગત ફાની..

પ્રણયનાં દેવતા છો,કૃષ્ણના અવતાર સાજન,
કરું પૂજા ચરણની,ભક્તિ મીરાં પ્રેમ દીવાની...

પૂર્ણિમા ભટ્ટ.  "તૃષા"

No comments:

Post a Comment