Thursday, 15 September 2016

ગઝલ

*ગઝલ* *નજરની...*

*નજરને મળી રાહ આજે નજરની**;
નજરને, ન લાગે, નજર આ નજરની.

પ્રણય રાહ છે બહુ સરળ સાદો સીધો;
ગળે વળગાડો લાગણી માપસરની.

નયન  થાવ ના બહુ અધીરા જોવાને;
હજુ તો શરૂઆત છે આ સફરની.

કવિતા લખાવી કહે છે મને એ;
તું ફેલાવજે મહેક શબ્દો નગરની.

મા એ શીખવ્યું ઘુંટો કડવા પીવાનું;
ભલે જીંદગી જીવી શાળા વગરની.

દિલીપ વી ઘાસવાળા

No comments:

Post a Comment