Thursday, 29 December 2016

ગઝલ

રાતનાં કળતર થઈ કાયમ કળે,
બદદુઆ છેટે રહી ને પણ ફળે.

કેટલો ભટક્યો તને તો  શોધવા.
ને મને મંઝિલ મળી આ પગ તળે.

શુન્યતાને આવતા લાગે છે ડર,
કોણ ખાલી ઓરડામાં ખળભળે?

જિંદગી જોઈ નથી શકતી ખુશી,
તોજ દર્દો આપતી એ હર પળે.

ખોખલા સંબંધ રાખી જીવતા,
એટલે 'આભાસ' આ જોઈ બળે.

-આભાસ

No comments:

Post a Comment