Thursday, 29 December 2016

ગીત

એવા કોટ રે કાયાનાં બેલી ઝળહળીયા,
એવા અજવાળા ભાળ્યા ચારેકોર,
અંધારા આજે આથમીયા.
એવો ઉગ્યો રે સૂરજ, સિંદૂરી ખોલી કોથળી,
સૂંડલો ભરીને વેર્યા તેજ, ભભૂતિ અંગે ચોપડી,
એવા કોડ રે કાયાનાં બેલી કલરવીયા,
એવા સપનામાં થાતા જયજયકાર,
ઉઘાડી આંખે ઝળઝળીયા....એવા કોટ રે કાયાનાં.
એવો અંધારો કૂવો રે કોઇ તેજે પૂરે,
માંહ્યલો મન રે મૂકીને એમાં મોજે તરે,
એવા છોડ રે કાયામાં બેલી અવતરીયા,
એમાં ખૂલનારા ઝૂલ્યાં ચારેકોર,
પધાર્યા આંગણ વાલમિયા......એવા કોટ રે કાયાનાં.
- પુનિત રાવલ

--------------------
- આ રચના સ્પર્ધા માટેની છે.
------------------------

No comments:

Post a Comment