Wednesday, 1 February 2017

ગઝલ

મારા માટે તું છે વસંત,
તારા માટે શું છે વસંત?

ખીલે ફૂલો ;ઉપવન તણાં જ
નમણું જાણે રૂં છે વસંત.

કોયલ બોલી આંબે કુ..હૂં.કુ,
મંજરિ કેરી બૂ છે વસંત.

ડાળે ડાળે એના નિશાન
આખે આખું ભૂ છે વસંત.

પાના કેવા ઝાડે છવાય,
પતઝડ થાતું છૂ; છે વસંત!

-સંદીપ ભાટીયા(કવિ)

No comments:

Post a Comment