Wednesday, 1 February 2017

ગઝલ

શ્રી ભરત ભાઈ ભટ્ટની તરહી પંક્તિ પરથી રચના
****************************
તરુને ફક્ત પ્રશ્ન એ થાય છે,
હજી કઈ તરફ આ નદી જાય છે.
*****************************
ઘસરકા નદીના વહેણે સહ્યાં,
સમંદર તટે ઓટ વર્તાય છે.

નથી ક્યાંય એની નિશાની છતાં,
હરી નામથી કેમ પૂજાય છે?

નિભાવી ચમન સંગ દોસ્તી ઘણી,
દિલાસા સુવાસે જડી જાય છે.

કપાળે અચાનક કરચલી પડી,
પ્રસ્વેદે બધી આશ બંધાય છે.

ખુલ્લાં ટેરવાથી પળો ખોલતી,
કસુંબલ દ્રશ્યો ક્યાંક દેખાય છે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment