વિરેન પંડ્યાની તરહી પરથી રચના
****************************
કોઈ મિનારા આભથી અધ્ધર નથી હોતા
દેખાય એવા જણ કદી સધ્ધર નથી હોતા
સીધા સરળ માણસ જડે ભૂખ્યા અને રોગી,
પ્રત્યેક તાબોટા મહી કિન્નર નથી હોતા.
હાંસી સજાવી ઘૂમતા જે હોઠ પર આજે,
અશ્રુ વિનાના એક પણ બિસ્તર નથી હોતા.
ગીતા ઉપર દૈ હાથ સ્વીકારાય છે દોષો,
ભગવાન પાસે પણ ઘણા ઉત્તર નથી હોતા.
વ્હેલાં ખરીને ફૂલ પીસાતા મશીનોમાં,
એ સૌ સુવાસોથી ભર્યા અત્તર નથી હોતા.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment