મારા પર મારા હાથેથી આ વાર થયાની ઘટના છે
સાયર થઈ જીવ્યો ને કિનારે ખાર થયાની ઘટના છે
શ્વાસો સઘળા છોડી દઈ પેલે પાર થયાની ઘટના છે
હા જાણુ છુ સાગર તુજને પડકાર થયાની ઘટના છે
સોબત ગમની અમને શુલીની માફક જે ચુભતીતી
બસ એ ગમ જ આજે જીવન આધાર થયાની ઘટના છે
જાહેર મા હસવાના કરતબ થી આસુ સંઘરી રાખુ છુ
જ્યા મળ્યુ એકાંત ભીની કોર થયાની ઘટના છે
ગોપાલ અમારી આદત આ અમને લઈ જાશે ક્યા સુધી
અત્યાર સુધી હું ચાલ્યો એ બેકાર થયાની ઘટના છે
કોટક ધાર્મિક " ગોપાલ"
No comments:
Post a Comment