ગાલગા ગાલગા ગાલગા ગાલગાગા
દર્દને શ્વાસમાં કાતરે વેતરું છું.
મોતને હાથમાં આજપણ ફેરવું છું.
આમ ફરયાદ વારે ઘડીએ ન કર તું
વ્હાલુ શમણું ભરી જાતને છેતરું છું,
કેફની પ્રેમ ભાષા સજાવી શબ્દોમાં ;
મૃત્યુની ક્રૂર ખારાશને ખાવરું છું,
મૌન માં ગાઇ ને ગીત મધુરા ''રુહાના''
દુઃખતી રગ દબાવી ગઝલમાં ભરું છું.
Artisoni રુહાના
No comments:
Post a Comment