Friday, 16 June 2017

ગીત

એ વીતેલ સમય....!

વાત કહી ના જાય,
મનની વાત સહી ય ના જાય.
રાત-દિવસ પૂરા અંતરમાં,
મુજથી ના કપાય જોજન....

આજ એ નાનકડી શેરીએ,
સમયનું તોરણ પહેરયુ હો જાણે?
લાગ્યુ એવુ આ ડેલી જોયને,
મારી આ ભીની પાંપણે
પોતીકુ દલડુ ફરયુ, અજાણે.

જાણે કંઠ રુંધાયો ને મુંઝાયો ?
ઘૂંટી ઘૂંટીને જયારે આવ્યો,
આંખોના એ સાગરે,
જીવનની એ ઝાંખી થઇ,
ઝાંખીમાં હુ કયાંક પરખાયો.

આજ મુજમાં થયો હું પ્રજવળ,
જે સમયમાં થયો તો અટવળ!
ના પાંમુ એ સમય ફરી....
પણ આજને ફરી કરુ હું  ઊજવળ....
પલ્લુ

No comments:

Post a Comment