Friday, 16 June 2017

ગઝલ

ધરમ ધ્યાન કરવાની ઈચ્છા હતી,
છૂરી  મ્યાન કરવાની ઈચ્છા હતી !

તમે  ના  કહી તો  કરી  મેં ય  ના,
સુરાપાન    કરવાની  ઈચ્છા હતી !

નિકટ આવતા એ જ અટકી ગયા,
જિગરજાન  કરવાની ઈચ્છા હતી !

હતો   હું    ને   હું   આમનેસામને,
સમાધાન     કરવાની  ઈચ્છા હતી !

પ્રભુ  કોણે  આવા  બનાવ્યા  હશે,
દયાવાન       કરવાની  ઈચ્છા હતી !

કહો  દાનમાં  કેમ  શબ   આપીએ,
જીવતદાન    કરવાની  ઈચ્છા હતી !

- ભરત વિંઝુડા

No comments:

Post a Comment