હવે મારી ગઝલ સમજવા માટે GST લાગુ પડશે... 😄👇
.
મુસક્કિન શબ એ ગમ બની જાય છે,
અભાવો જણસ જેમ સચવાય છે.
ખુદા પણ નમાઝ ઓ નઅત ગાય છે.
હવે આદમીથીય ગભરાય છે.
નવેદે રહમ આવશે કો'દ દી
સુરા બઝ્મગાહે બહેકાય છે.
બહરહાલ બાઝી નથી હારવી,
સતત આદમી દોડતો જાય છે.
તરફદાર જ્યાં પક્ષપલટો કરે
પછી દુશ્મનો પણ દયા ખાય છે.
== મંથન ડીસાકર (સુરત)
1/07/2017...
No comments:
Post a Comment