સુવાસો (શ્વાસો) અળગા અળગા જ વહી જાય છે
ચક્ષુ જોત જોતાં જ બંધ થઇ જાય છે
મને એમ જ થયું કે
હું તો ગયો !
પણ, તું જીવતો છે
એમ કોઈ કહી જાય છે
લે, હું કંઈ કરતો નથી
બધું થઈ જાય છે !
મુને હાથ ઝાલી
ઇ લઈ જાય છે !
મને એમ જ . . . .
એલા, મન ભી મૌન થઈ ને એમ
સુઈ જાય છે
અને, હૈયું ગૌણ થઈ ને થંભી જાય કે ?
મને એમ જ . . . . .
કે હવે, ગમતું નથી
જગ, બસ, જીરવાય છે
લે," તું ", મને મુકીને ડગ ભર , એ સ્થિર થાય છે?
કે તને કેમ લાગે ? કે
તું ભી ગયો !
પણ,"હું" જીવતો છું
આવી કોઈ કહી જાય છે
અલ્યા, આ નયન કાં
હવે, ભીંજાઈ છે હે !
લે,સુકા જ વાંસ માં
તું શાને ગુંજાઈ છે ?
તને એમ જ . . . . .
ભલા, ખોભરી જા
જરાં, શું મુંજાય છે ?
કંઈક, તુજ થકી હું પણું
ચુંકાઈ છે
મને એમ જ થયું કે
તું તો ગયો !
પણ, હું જીવતો છું
તને કંઈ સમજાય છે ?
ઝલક
Saturday, 1 July 2017
અછાંદસ
Labels:
ઝલક
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment