Saturday, 1 July 2017

ગઝલ

ઝરમર ઝરમર વરસાદ વરસે
જગના તાતનો સાદ વરસે !

લીલી હરિયાળી , પરિમલ વરસે
પ્રભુએ આપેલ હેતનો પ્રસાદ વરસે

રીમઝીમ રીમઝીમ રાગ વરસે
વીજળી , ધડાકા થઈ નાદ વરસે !

કવિના કલમની કવિતા વરસે ,
આંસુઓથી ભરેલી ફરિયાદ વરસે !

પ્રભાત , બપોર  સંધ્યા રાત વરસે
મૌસમ છે  ગઝલની દાદ વરસે ..

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment