Tuesday, 26 September 2017

ગઝલ

જુઓ જરા

ગગન  છે, છે  ધરા!
જન્મ  છે, છે જરા!

પ્રશ્ન    ખોટા    હતા
પણ જવાબો ખરા!

એકનું    એક    છે!
રામ  હો   કે   મરા!

કોણ   ભોંકી   રહ્યું
તૃણના  લઈ છરા?

દાઝશો,   આંખમાં
છે  ઉકળતા  ઝરા!

હું  જ ખોટો પડ્યો!
પણ  તમે  તો ખરા!

આંખ મીંચાઈ ગઈ! #
જાવ  જુઓ જરા!

- હરિહર શુક્લ
  ૨૧-૦૯-૨૦૧૭ (બસમાં)

# વિકલ્પે છેલ્લો શેર :

આંખ ખુલ્લી જ છે!
જાવ  જુઓ  જરા!

No comments:

Post a Comment