Friday, 1 September 2017

ગઝલ

પર્ણ ડાળેથી ખર્યું.
મોજથી જળ પર તર્યું.

લાડ કરતી'તી નદી,
તીડની આંખે સર્યું.

કાકલૂદી થઈ છતાં,
કોઈ કાને ના ધર્યું.

દૂર લ્હેરો લઈ ગઈ,
કુદરતે ધાર્યું કર્યું.

બંડ પોકાર્યા પછી,
ભીડ ખેડીને મર્યું

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment