Thursday, 25 October 2018

ગઝલ

રહો ટોચ પર તો સદા ધ્યાન રાખો,
જે ટેકો બન્યાં એમનું માન રાખો.

કરે યાદ તો આંસુ આવે ખુશીના,
બધી આંખમાં એટલું સ્થાન રાખો.

જરૂરત પડે ત્યાં લડી લો ભલે પણ,
સતત વૃત્તિમાં બસ સમાધાન રાખો.

વ્યથાને જીવનમાં ન સ્થાયી થવા દો,
રહે ત્યાં સુધી માત્ર મહેમાન રાખો.

છે ભાડાંનું ઘર ક્યાંક ભૂલી ન જાશો,
અહીં ખપ પડે એ જ સામાન રાખો.

-- ડૉ. કેતન કારિયા

No comments:

Post a Comment