એક કોષિષ
રદીફ - હશે
તારી માયા જાળ માં ફસતાં હશે,
એમ કરતાં હાથ એ ઘસતાં હશે....
શોધી એ જગમાં જ જેને આપણે,
આપણા દિલમાં જ એ વસતાં હશે.....
ગામ માં જેને હંમેશા શોધતો,
શૈશવે જુઓ જરા, વસતાં હશે....
દાંત એના ઝેર ભયાૅ કાઢતાં,
સાપ કોઈ એ કદી ડસતાં હશે??
કેમ ધીરજ આજ મારી ખૂટતી?
અડગ મનના માનવી ડગતાં હશે???
અંજના ગાંધી (મૌનું)
No comments:
Post a Comment